Motivation Guruji. Click Hear

Kisan Drone Yojana । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના ખેડૂતો માટે ખુશીના સમાચાર

Kisan Drone Yojana. નમસ્કાર મારા ગુજરાતી મિત્રો ચાલો આજે આપણે જાણીએ કે ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના શું છે? આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તે સિવાય આ યોજનાનો લાભ મુખ્યત્વે કયા ખેડૂતોને મળશે? અને આ યોજનામાં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.


ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર એ પ્રતિ એકર કુલ ટોટલ ખર્ચના 90% સુધી સહાય યોજના આપે છે. આ માટેની વધુ માહિતી આ પોસ્ટમાં આપેલ છે.

Kisan Drone Yojana । ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજના ખેડૂતો માટે ખુશીના સમાચાર 

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું?

ખેડૂત કોય પણ જોખમ વિના દવાઓનો અસરકારક રીતે પાક પર છંટકાવ કરી સારી ઉપજ મેળવવાનો છે. તે સિવાય યોજનાનો મુખ્ય ઉદેશ્ય એ છે કે ખેડૂત એ ડ્રોન ટેક્નોલૉજીથી અવગત થાય.

સહાય યોજના હેઠળ કયા ખેડૂતોને લાભ મળશે?

  1. અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  2. આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અને મોટા ખેડૂત ને મળશે.
  3. અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.

ડ્રોન થી દવા છંટકાવ સહાય યોજનામાં મળવાપાત્ર સહાય

અહીં Kisan Drone Yojana હેઠળ મળતી સહાય નીચે મુજબ છે.


ખેડૂતને ખર્ચના ૯૦% અથવા વધુમાં વધુ રૂ.૫૦૦/- બે માંથી જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે.

ખાતાદીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ?

Kisan Drone Yojana નો લાભ લેવા માટે ikhedut portal પરથી Online અરજી કરવાની રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો. જ્યારે નીચે મુજબના ડોક્યુમેન્ટની યાદી હશે.


  1. આધારકાર્ડની ઝેરોક્ષ
  2. રેશનકાર્ડની ઝેરોક્ષ
  3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  5. ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  6. ખેતીના7-12 અને 8-અજમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  7. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  8. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો જ)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. બેંક પાસબુક ઝેરોક્ષ
  13. મોબાઈલ નંબર

અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

Kisan Drone Yojana માં અરજી કરવા માટેની મહત્વપૂર્ણ તારીખો નીચે આપેલ છે.

  1. અરજી કરવાની શરૂઆતની તારીખ:- 05/07/2023
  2. અરજી કરવાની છેલ્લી તારીખ :- 04/09/2023


ડ્રોન યોજનામાં અરજી કેવી રીતે કરવી?

Kisan Drone Yojana નો લાભ લેવા માટેi-khedut portal પર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે અને સાથે ઓનલાઇન અરજી કર્યા પછી તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા કરવાની રહેશે